તરંગો માટેનું પ્રમાણિત સમીકરણ લખો.
$\mu_0$ મુક્ત અવકાશ પરમીએબીલીટી અને $\varepsilon_0$ પરમિટિવિટીમાં રહેલ સમતલીય વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીયક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય? (આપેલ : $c-$ મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ)
$100 \,W$ ના બલ્બમાંથી વિકિરણથી $3\, m$ દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ગણો. બલ્બની કાર્યક્ષમતા (Efficiency) $2.5 \%$ છે અને તે બિંદુવત ઉદગમ છે તેમ ધારો.
જો $\overrightarrow E $ અને $\overrightarrow B $ અનુક્રમે વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર સદીશ હોય, તો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા નીચેનામાંથી કઈ હશે?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈના વિધુતભારિત પાતળા તારમાં નિયમિત સુરેખ સ્થિત વિધુતભારની ઘનતા $\lambda $ છે. તારને નિયમિત વેગ સાથે તેની દિશામાં વિધુતભારો ગતિ કરે તેમ ગોઠવેલ છે. પોઇન્ટિંગ સદિશ $S = \frac{1}{{{\mu _0}}}(\vec E \times \vec B)$ ની ગણતરી કરો.
શૂન્યાવકાશમાં ફોટોનના વેગ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ ...... છે.